Talati Cum Mantri Final Select List : મંડળ ધ્વારા તા.૧૧-૦૮-૨૦૨૩ના રોજ બહાર પાડવામાં આવેલ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) સંવર્ગના ફાઇનલ સીલેકટ લીસ્ટ તેમજ પંચાયત વિભાગના પત્રથી મંડળને આપવામાં આવેલા રીવાઇઝ માંગણાપત્રક મુજબ માંગણાપત્રકમાં દર્શાવેલ જિલ્લા પંચાયત વાઇઝ/કેટેગરી વાઇઝ, જગ્યાની સંખ્યાને ધ્યાને લઇને જિલ્લા ફાળવણી કાર્યક્રમમાં ઉપરોકત તા.૧૧-૦૮-૨૦૨૩ના ફાઇનલ સીલેકટ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારો ધ્વારા કરવામાં આવેલ રૂબરૂ ઓનસ્ક્રીન જિલ્લા પસંદગી/ફાળવણી અનુસાર આ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમેન્ડેશન કમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટ બહાર પાડવામાં આવે છે.
Talati Cum Mantri Final Select List | તલાટી કમ મંત્રી ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમેન્ડેશન કમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટ જાહેર
મંડળનું નામ | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ |
જાહેરનામા ક્રમાંક | 10/202122 |
આર્ટિકલનું નામ | Talati Cum Mantri Final Select List |
આર્ટિકલ ની કેટેગરી | Sarkari Result, Trending |
તલાટી કમ મંત્રી ફાઇનલ સીલેકટ લીસ્ટ | pdf ફાઈલમાં |
સત્તાવાર વેબસાઈટ | https://gpssb.gujarat.gov.in/ |
Talati Cum Mantri Final Select List
આ સંવર્ગના પંચાયત વિભાગ ધ્વારા બહાર પાડવામાં આવેલા ભરતી નિયમોને ધ્યાનમાં રાખી, મંડળની આ સંવર્ગની વિગતવાર જાહેરાતમાં જણાવેલ જોગવાઇઓને આધીન તેમજ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના જાહેરનામા ક્રમાંક:-કેપી/૨૦/૨૦૨૧/પીઆરઆર/૧૦/૨૦૧૪/૧૦૬/KH તા.૨૨/૦૭/૨૦૨૧ના જાહેરનામાંથી બહાર પાડવામાં આવેલ ગુજરાત પંચાયત સર્વીસ (કલાસ-III), રીક્રટુમેન્ટ (એકઝામીનેશન) રૂલ્સ-૨૦૨૧ની જોગવાઇ મુજબ આ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમેન્ડેશન કમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટ બહાર પાડવામાં આવે છે.
તલાટી કમ મંત્રી ફાઇનલ સીલેકટ લીસ્ટ
આ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમેન્ડેશન કમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોની જાહેરાતની જોગવાઇ મુજબની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, જાતિ, શારીરીક અશકતતા (દિવ્યાંગતા), વિધવા, રમતગમત, માજી સૈનિક, કોમ્પ્યુટર જ્ઞાન અને અન્ય લાયકાતોના અસલ પ્રમાણપત્રો અને દસ્તાવેજોની ચકાસણી સંબધિત નિમણુંક સત્તાધિકારી ધ્વારા કરી લેવાની રહેશે અને સદર અસલ પ્રમાણપત્રો/દસ્તાવેજો યોગ્ય જણાયા બાદ જ સરકારશ્રીના નીતિ નિયમોની જોગવાઇઓ ધ્યાને લઇ, તે મુજબ કાર્યવાહી કર્યા બાદ જ નિમણૂક સત્તાધિકારી ધ્વારા સંબધિત ઉમેદવારોને નિમણુંક આપવાની રહેશે.
રેકમેન્ડેશન કમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટ
આ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમેન્ડેશન કમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારો પૈકી જો કોઇ ઉમેદવાર સરકારી સેવામાં ફરજ બજાવતા હોય તો તે કિસ્સામાં સામાન્ય વહીવટ વિભાગના પરીપત્ર ક્રમાંકઃ- એફઓ/એ/૧૦૮૮/૩૯૪૦/ગ-ર તા.૧૮-૧૧-૧૯૮૯ની જોગવાઇ મુજબ ઉમેદવારે હાલના ફરજની કચેરીના સક્ષમ સત્તાધિકારીએ ઇસ્યુ કરેલ “ના વાંધા પ્રમાણપત્ર (NOC)” નિમણૂક સત્તાધિકારીને નિમણૂક મેળવતા પૂર્વે રજુ કરવાની શરતે આ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમેન્ડેશન કમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટ બહાર પાડવામાં આવે છે.
ધ્યાનમાં રાખવાની બાબતો
- આ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમેન્ડેશન કમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોએ સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના તા ૧૩-૦૮- ૨૦૦૮ તેમજ તા ૧૮-૦૩-૨૦૧૬ ના ઠરાવ ક્રમાંકઃ-સીઆરઆર-૧૦-૨૦૦૭-૧૨૦૩૨૦-ગ-પ થી નકકી કરેલ અભ્યાસક્રમ મુજબનું કોમ્પ્યુટર બેઝીક જાણકારી અંગેના સરકારશ્રી ધ્વારા નિયત કરેલ કોર્ષના ઉલ્લેખ સાથેનું માન્ય પ્રમાણપત્ર નિમણુંક મેળવતા પૂર્વે નિમણુંક સત્તાધિકારીને રજુ કરવાની શરતે આ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમેન્ડેશન કમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટ બહાર પાડવામાં આવે છે.
- આ જાહેરાતના હેતુ માટે Person with Benchmark Disability (દિવ્યાંગ) ઉમેદવારો તથા માજી સૈનિક (Ex-Servicemen) ઉમેદવારો માટે લઘુતમ લાયકી ધોરણ (Minimum Qualifying Standard) મંડળ ધ્વારા 13.085/100 માર્કસ નિર્ધારીત કરવામાં આવેલ છે.
- આ જાહેરાતના હેતુ માટે દિવ્યાંગ ઉમેદવારો તથા માજી સૈનિક ઉમેદવારો સિવાયના અન્ય કેટેગરી (General/EWS/SEBC/SC/ST)ના તમામ ઉમેદવારો માટે લઘુતમ લાયકી ધોરણ (Minimum Qualifying Standard) મંડળ ધ્વારા 26.170/100 માર્કસ નિર્ધારીત કરવામાં આવેલ છે.
- આ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમેન્ડેશન કમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટના ક્રમ નંબર- 676,733,1885,2143,2660 અને 3392 ઉપર દર્શાવેલ ઉમેદવારો સામે હાલમાં ફોજદારી કેસ પડતર હોઇ, સદર ઉમેદવારોને સંબધિત ફોજદારી કેસના ચૂકાદાને આધીન જિલ્લો પસંદ કરવાની તક આપેલ છે. પરંતુ આવા ઉમેદવારને હાલમાં નિમણૂક આપવાની રહેશે નહીં. આવા ઉમેદવારની નિમણૂક બાબતે મંડળ ધ્વારા હવે પછી નિર્ણય કરવામાં આવશે.
- સામાન્ય વહીવટ વિભાગના તા.૨૨/૧૦/૨૦૧૮ના ઠરાવ ક્રમાંક:-CRR/102018/461239/G-2 થી અનુસુચિત જનજાતિના ઉમેદવારોને જે તે સંવર્ગમાં નિમણુંક આપતા પહેલા તેઓના અનુસુચિત જનજાતિના જાતિ પ્રમાણપત્રોની આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની વિશ્લેષ્ણ સમિતિ/સક્ષમ સત્તાધિકારી ધ્વારા ખરાઇ/ચકાસણી કરાયા બાદ જ નિમણુંક આપવાની રહેશે, તેવી જોગવાઇ હોઇ, સંબંધિત નિમણુંક સત્તાધિકારી ધ્વારા આ લીસ્ટમાં સમાવિષ્ટ અનુસુચિત જનજાતિના ઉમેદવારોના અનુસુચિત જનજાતિના પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણીને આધીન મંડળ ધ્વારા આ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમેન્ડેશન કમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટ બહાર પાડવામાં આવે છે. જેથી નિમણુંક સત્તાધિકારી ધ્વારા આ પ્રકારની ખરાઇ/ચકાસણી કરાવ્યા બાદ જ અનુસુચિત જન જાતિના ઉમેદવારોને નિમણુંક આપવાની રહેશે.
- સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગરના તા.૨૫/૦૨/૨૦૨૨ના પરીપત્ર ક્રમાંક:-સક્ષપ/૧૨૨૦૨૨/૮૬૩૫/અ થી ઠરાવ્યા મુજબ સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(SEBC) ના ઉમેદવારોને નિમણુંક આપતા પૂર્વે તેઓના જાતિ પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણની કચેરી, ગાંધીનગર ખાતે કરાવી લેવા માટેની કાર્યપધ્ધતિ નક્કી કરવામાં આવેલ છે.
- જેથી આ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમેન્ડેશન કમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટમાં સમાવિષ્ટ સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(SEBC)ના તમામ ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી સંબધિત નિમણુંક સત્તાધિકારી ધ્વારા નિયામકશ્રી વિકસતી જાતિ કલ્યાણની કચેરી, ગાંધીનગર ખાતે કરાવી લેવાની રહેશે, ત્યારબાદ જ નિમણુંક સત્તાધિકારી ધ્વારા સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત (SEBC) વર્ગના ઉમેદવારોને નિમણુંક આપવાની રહેશે.
- The Gujarat Scheduled Castes, Scheduled Tribes and Other Backward Classes (Regulation of Issuance and Verification of Certificates) Act,2018ની જોગવાઇ મુજબ અનામત વર્ગના ઉમેદવારોને નિમણુંક આપતા પહેલા જાતિ પ્રમાણપત્રની ખરાઇ/ચકાસણી કરવાની રહે છે.
- જે અન્વયે આ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમેન્ડેશન કમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટમાં સમાવિષ્ટ અનુસુચિત જાતિ (SC) કેટેગરીના ઉમેદવારોને નિમણુંક આપતા પહેલા તેઓના જાતિ પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી સંબધિત નિમણુંક સત્તાધિકારી ધ્વારા નિયામકશ્રી, અનુસચિત જાતિ કલ્યાણ વિભાગ, બ્લોક નં.૪, ડો.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર ખાતેથી કરાવી લેવાની રહેશે.ત્યારબાદ જ નિમણુંક સત્તાધિકારી ધ્વારા અનુસુચિત જાતિ (SC) વર્ગના ઉમેદવારોને નિમણુંક આપવાની રહેશે.
- નામ.ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલ SCA No.17361/2023માં નામ.હાઇકોર્ટના તા.૦૫-૧૦-૨૦૨૩ના ઓરલ ઓર્ડર અન્વયે ક્રમ નં.3437.1નો ફાઇનલ સીલેકટ લીસ્ટમાં સમાવિષ્ટ કરી, તેઓને જિલ્લાની ફાળવણી કરવામાં આવેલ છે.
(૧૩) આ જાહેરાતના હેતુ માટેના આ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમેન્ડેશન કમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટના કેટેગરી વાઇઝ કટ-ઓફ માર્કસ આ લીસ્ટના અંતમાં દર્શાવવામાં આવેલ છે. - ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમેન્ડેશન કમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટમાં કોઇપણ ઉમેદવારનો સમાવેશ થવા માત્રથી નિમણુંક માટેનો કોઇપણ પ્રકારનો હક્ક કે અધિકાર ઉમેદવારની તરફેણમાં થયેલ હોવાનું ગણાશે નહી કે ઉમેદવાર આ અંગે નિમણુંક માટેનો દાવો કરી શકશે નહી.
- આ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમેન્ડેશન કમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલ SCA No.15101/2023, SCA No.15832/2023 અને SCA No.13197/2023માં નામદાર હાઇકોર્ટના ચુકાદાને આધીન રહેશે, તેવી શરત સાથે પ્રસિધ્ધ કરવામાં આવે છે.
આ પણ વાંચો :-
- Gram Sevak Jilla Falavani Programme : ગ્રામ સેવક રીશફલીંગ તથા વેઇટીંગ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારો માટે જિલ્લા ફાળવણી કાર્યક્રમ
- e Fir Gujarat :E FIR કેવી રીતે કરશો? e Fir ફાયદા અને નુકસાન શું છે? જાણો તમામ માહિતી
- Khel Mahakumbh 2023 Registration : khel mahakumbh 2.0, ખેલ મહાકુંભ 2.0 રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?, જાણો તમામ માહતી
- NHM Valsad Bharti 2023 : NHM વલસાડમાં ફાર્માસિસ્ટની જગ્યાઓ માટે ભરતી ઓનલાઈન અરજી @arogyasathi.gujarat.gov.in
- ઇઝરાયલમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા ઓપરેશન અજય : તમામ ભારતીયોને ખાસ ફ્લાઈટમાં પાછા લવાશે, વિદેશમંત્રી જયશંકર
મહત્વપૂર્ણ લિંક્સ
તલાટી કમ મંત્રી ફાઇનલ સીલેકટ લીસ્ટ | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
Telegram ચેનલ માં જોડવા | અહી ક્લિક કરો |
2 thoughts on “Talati Cum Mantri Final Select List : તલાટી કમ મંત્રી ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમેન્ડેશન કમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટ જાહેર,ફટાફટ ચેક કરો”