Talati Cum Mantri Jagya List : તલાટી કમ મંત્રી રિવાઇઝડ મુજબ ભરવાપાત્ર જગ્યાઓની વિગતો દર્શાવતું પત્રક  

Talati Cum Mantri Jagya List : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર (હવે પછી “મંડળ” તરીકે ઉલ્લેખ કરેલ છે.) ધ્વારા ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) (વર્ગ-૩) સંવર્ગની ખાલી જગ્યાઓ ઉપર સીધી ભરતી પ્રક્રિયાથી ઉમેદવારોની પસંદગી કરી ભરતી પ્રક્રિયા હાથ ધરવા માટે સરકારશ્રીના પંચાયત વિભાગના પત્ર ક્રમાંક:- મકમ/૧૫૨૦૨૧/૯૨૫/ખ તા.૦૫/૦૧/૨૦૨૨ થી માંગણા પત્રક/સુચના પત્ર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળને મોકલી આપવામાં આવેલ હતા. સદર માંગણા પત્રકમાં જિલ્લા પંચાયત વાઇઝ અને કેટેગરી વાઇઝ ભરવાપાત્ર જગ્યાઓ દર્શાવવામાં આવેલ હતી.

તલાટી કમ મંત્રી રિવાઇઝડ મુજબ ભરવાપાત્ર જગ્યાઓની વિગતો દર્શાવતું પત્રક  

મંડળનું નામગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ
જાહેરનામા ક્રમાંક10/202122
આર્ટિકલનું નામTalati Cum Mantri Jagya List
આર્ટિકલ ની કેટેગરીSarkari Result
તલાટી કમ મંત્રી જિલ્લા પસંદગી કાર્યક્રમpdf ફાઈલમાં
સત્તાવાર વેબસાઈટhttps://gpssb.gujarat.gov.in/

Talati Cum Mantri Jagya List

સદર માંગણા પત્રક/સુચના પત્ર ધ્યાને લઇ મંડળ ધ્વારા જાહેરાત ક્રમાંક:૧૦/૨૦૨૧૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી(તલાટી કમ મંત્રી) (વર્ગ-૩)ની સીધી ભરતીની જાહેરાત તા.૨૭/૦૧/૨૦૨૨ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતી અને તા.૨૮/૦૧/૨૦૨૨ થી તા.૧૫/૦૨/૨૦૨૨ દરમિયાન ઉમેદવારો પાસેથી સરકારશ્રીની વેબસાઈટ http://ojas.gujarat.gov.in ઉપર ઓનલાઇન અરજી પત્રકો મંગાવવામાં આવેલ હતા. સદર જાહેરાતના પેરા-૨.૧ માં જગ્યાની વિગતો દર્શાવવામાં આવેલ હતી અને પેરા-૨.૨ માં જાહેરાતમાં દર્શાવેલ જગ્યાની સંખ્યામાં વધ-ઘટ થવાની શકયતા છે તેનો પણ ઉલ્લેખ કરેલ હતો. ઉપરોકત સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા મંડળ ધ્વારા યોજી દેવામાં આવેલ છે.

ભરવાપાત્ર જગ્યાઓની વિગતો


ઉપરોકત ભરતી પ્રક્રિયા અન્વયે પંચાયત વિભાગના પત્ર ક્રમાંક:- PRHRDD/MSM/e-File/142023/ 4629/section-kh તા.૨૯-૦૯-૨૦૨૩ થી મંડળની ઉપરોકત જાહેરાત અન્વયેના “રીવાઇઝ માંગણા પત્રક” ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળને મોકલી આપેલ છે. જે મુજબ ઉપરોકત જાહેરાતમાં દર્શાવેલી કેટેગરી વાઇઝ કુલ જગ્યાઓ યથાવત રહે છે, પરંતુ જિલ્લા પંચાયત વાઇઝ જગ્યાની સંખ્યામાં ફેરફાર થયેલ છે. જેથી પંચાયત વિભાગના ઉપરોકત “રીવાઇઝ માંગણાપત્રક”ને ધ્યાને લઇ મંડળ ધ્વારા ઉપરોકત જાહેરાતના પેરા- ૨.૧ માં સુધારો કરી તેમાં દર્શાવેલ જગ્યાઓ આ સાથેના એનેક્ષર-એ મુજબ ધ્યાને લેવા દરેક ઉમેદવારોને આથી જણાવવામાં આવે છે. અને રીવાઈઝ માંગણા પત્રક મુજબની જગ્યાઓ પ્રમાણે મંડળ ધ્વારા ફાઇનલ સીલેકશન લીસ્ટ મુજબ પસંદગી પામેલ ઉમેદવારોને નિયમાનુસાર રુબરુમાં ઓનસ્ક્રિન જિલ્લા ફાળવણી કરવામાં આવશે, તેની નોંધ લેવા સર્વે ઉમેદવારોને આથી જણાવવામાં આવે છે.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

તલાટી કમ મંત્રી જિલ્લા પસંદગી કાર્યક્રમઅહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Telegram ચેનલ માં જોડવાઅહી ક્લિક કરો
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો