Talati Cum Mantri Not eligible Candidates List 2023 : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ,ગાંધીનગર દ્વારા ડોકયુમેન્ટ અપલોડ નહી કરવા બદલ “Not eligible” ગણવા અંગેની જાહેરાત ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ઉમેદવારો ની યાદી જાહેર કરવામાં આવેલ છે. જે ઉમેદવારોએ સમય મર્યાદામાં ડોકયુમેન્ટ અપલોડ કર્યા નાં હોય તેવા ઉમેદવારોની યાદી જાહેર થયેલ છે.
Talati Cum Mantri Not eligible Candidates List 2023
બોર્ડનું નામ | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર |
પોસ્ટનું નામ | તલાટી કમ મંત્રી |
આર્ટિકલનું નામ | Talati Cum Mantri Not eligible Candidates List 2023 |
રદ ઉમેદવારોની યાદી | pdf ફાઈલમાં |
આર્ટિકલનો પ્રકાર | Sarkari Result |
ઓફિશિયલ વેબ સાઈટ | https://gpssb.gujarat.gov.in |
તલાટી કમ મંત્રી ડોકયુમેન્ટ અપલોડ નહી કરવા બદલ રદ ઉમેદવારોની યાદી જાહેર
ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૦૭/૦૫/૨૦૨૩ના રોજ યોજવામાં આવેલ હતી. જેનું પ્રોવીઝનલ મેરીટ લીસ્ટ તા.૧૬-૦૬-૨૦૨૩ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતું. જેમાં સમાવિષ્ટ કુલ ૪૬૩૫ ઉમેદવારોના ઓનલાઇન ડોક્યુમેન્ટ વેરીફીકેશન કરવા માટે ઉમેદવારોએ પોતાના ડોક્યુમેન્ટ https://iass.gujarat.gov.in ઉપર ઓનલાઇન અપલોડ કરવા અંગેનો સમયગાળો તા.૨૦-૦૬-૨૦૨૩ ના રોજ બપોરે ૧૫:૦૦ કલાકથી તા.૦૧-૦૭-૨૦૨૩ રાત્રે ૨૩:૫૯ કલાક રાખવામાં આવેલ હતો.
આ બાબતે પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાં સમાવિષ્ટ તમામ ઉમેદવારોને તેઓના રજીસ્ટર્ડ ઇ-મેઇલ આઇડી ઉપર ઇ-મેઇલથી જાણ કરવામાં આવેલ હતી, તેમજ ઉમેદવારોને તેઓના રજીસ્ટર્ડ મોબાઇલ નંબર ઉપર SMS થી પણ જાણ કરવામાં આવેલ હતી. તેમજ મંડળની વેબસાઇટ ઉપર જાહેરાત પણ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતી. ઉપરાંત જે ઉમેદવારોએ ડોકયુમેન્ટ અપલોડ કરેલ ન હતા, તેઓને પુનઃ SMS કરીને પણ જાણ કરેલ હતી.તેમજ ડોકયુમેન્ટ અપલોડ કરવાની છેલ્લી તારીખ ૦૧-૦૭-૨૦૨૩ થી લંબાવીને તારીખ ૦૩-૦૭-૨૦૨૩ (સવારે ૧૧-૦૦ કલાક સુધી) કરવામાં આવેલ હતી.
જે ઉમેદવારો ધ્વારા ડોકયુમેન્ટ અપલોડ કરેલ ન હતા, તેવા તમામ ઉમેદવારોને ઓનલાઇન ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો સમયગાળો તા.૧૧-૦૭-૨૦૨૩ના સવારે ૧૧-૦૦ કલાક સુધી લંબાવેલ હતો, અને જે ઉમેદવારોએ ડોક્યુમેન્ટ અપલોડ કરેલ નથી, તેમને ઇ-મેઇલ મોકલીને, તેમના ડોકયુમેન્ટ અપલોડ કરવા જાણ કરેલ હતી. તેમજ મંડળની વેબસાઇટ ઉપર ડોક્યુમેન્ટ અપલોડ કરવા અંગેની જાહેરાત પણ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતી.
આમ મંડળ ધ્વારા ઉમેદવારોને ઓનલાઇન ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટેની પુરતી તક આપવામાં આવેલ છે. તેમ છતાં ૧૨૦ ઉમેદવારોએ ઓનલાઇન પોતાના ડોક્યુમેન્ટ અપલોડ કરેલ નથી, જેથી આવા ઉમેદવારો નોકરી મેળવવા ઇચ્છુક ન હોવાનું માનવાને પુરતુ કારણ રહે છે, આમ જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)ની ભરતી પ્રક્રિયા માટે આ સાથેના લીસ્ટમાં જણાવ્યા મુજબ કુલ-૧૨૦ ઉમેદવારોને ડોકયુમેન્ટ અપલોડ ન કરવાને કારણે “NOT ELIGIBLE” ગણી ,સદર ભરતી પ્રક્રિયા માટે વિચારણામાં લેવાના રહેતા નથી. તેવો મંડળ ધ્વારા નિર્ણય કરવામાં આવેલ છે. જેની સબંધિત ઉમેદવારોએ નોધ લેવા વિનંતી છે.
આ પણ વાંચો :-
- CBSE ધોરણ10 ટાઈમ ટેબલ 2024 : CBSE Board Exam Schedule 2024, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા જાહેરાત
- TAT (HS) Exam Syllabus 2023 : શિક્ષક અભિરૂચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) અભ્યાસક્રમ બાબતે રાજય પરીક્ષા બોર્ડની સ્પષ્ટતા
- khel Sahayak Bharti 2023 : ખેલ સહાયક ભરતી 2023| કસોટીનો અભ્યાસક્રમ, ખેલ સહાયક(SAT) પરીક્ષા આપવાની પાત્રતા
- Gyan Sahayak Bharti 2023 : જ્ઞાન સહાયક ભરતી 2023 | કુલ 31,575 પોસ્ટ માટે અરજી કરો
મહત્વપૂર્ણ લિંક્સ
રદ ઉમેદવારોની યાદી pdf ફાઈલમાં | અહી ક્લિક કરો |
સત્તાવાર જાહેરનામું | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
FAQs
ડોકયુમેન્ટ અપલોડ કરવાની છેલ્લી તારીખ ક્યા સુધી લંબાવવામાં આવી હતી?
ડોકયુમેન્ટ અપલોડ કરવાની છેલ્લી તારીખ ૦૧-૦૭-૨૦૨૩ થી લંબાવીને તારીખ ૦૩-૦૭-૨૦૨૩ (સવારે ૧૧-૦૦ કલાક સુધી) કરવામાં આવેલ હતી.
ડોકયુમેન્ટ અપલોડ કરવા માટે ઓફિશિયલ વેબ સાઈટ?
ડોકયુમેન્ટ અપલોડ કરવા માટે ઓફિશિયલ વેબ સાઈટ https://gpssb.gujarat.gov.in
2 thoughts on “Talati Cum Mantri Not eligible Candidates List 2023 : તલાટી કમ મંત્રી ડોકયુમેન્ટ અપલોડ નહી કરવા બદલ રદ ઉમેદવારોની યાદી જાહેર”