TAT માધ્યમિક પરીક્ષા સંપૂર્ણ જાહેરનામું જાહેર : ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

TAT માધ્યમિક પરીક્ષા સંપૂર્ણ જાહેરનામું જાહેર : રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને મિશન સ્કુલ્સ ઓફ એકસલન્સના લક્ષ્યો મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણના હેતુ સિદ્ધ કરવા માટે ઉમેદવારોની ક્ષમતા ચકાસવા માટે દ્વિસ્તરીય સ્વરૂપ સાથે શિક્ષક અભિરુચિ કસોટી’(Teacher Aptitude Test- TAT) નું આયોજન કરવાનું ઠરાવવામાં આવેલ છે. ગુજરાત રાજ્યમાં નોંધાયેલી સરકારી અને ખાનગી માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક અભિરુચિ કસોટી(માધ્યમિક)-૨૦૨૩ “Teacher Aptitude Test (secondary) 2023 રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા યોજવા આથી જાહેરનામું બહાર પાડવામાં આવે છે.

શિક્ષક અભિરૂચિ કસોટી (માધ્યમિક)-૨૦૨૩ નો કાર્યક્રમ

મંડળનું નામ રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય ગાંધીનગર
આર્ટિકલનું નામ TAT માધ્યમિક પરીક્ષા સંપૂર્ણ જાહેરનામું જાહેર
આર્ટિકલની કેટેગરી Sarkari Result
જાહેરનામું બહાર પાડ્યાની તારીખ૦૧/૦૫/૨૦૨૩
વર્તમાનપત્રોમાં કસોટી અંગે જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ૦૨/૦૫/૨૦૨૩
ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઇન ભરવાનો સમયગાળો૦૨/૦૫/૨૦૨૩ થી ૨૦/૦૫/૨૦૨૩
ફી સ્વીકારવાનો સમયગાળો૦૨/૦૫/૨૦૨૩ થી ૨૦/૦૫/૨૦૨૩
પ્રાથમિક પરીક્ષા (બહુવિકલ્પ સ્વરૂપ) તારીખ૦૪/૦૬/૨૦૨૩
મુખ્ય પરીક્ષા(વર્ણનાત્મક લેખિત સ્વરૂપ) તારીખ૧૮/૦૬/૨૦૨૩
રાજ્ય પરીક્ષા બોર્ડનો ઇ-મેલ[email protected]
સત્તાવાર વેબસાઈટ http://ojas.gujarat.gov.in

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • સૌ પ્રથમ http://ojas.gujarat.gov.in પર જવું.
  • “Apply Online” પર Click કરવું.
  • ઉમેદવાર ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમ પૈકી જે માધ્યમમાં કસોટી આપવા માટે પાત્રતા ધરાવતા હોય તે માધ્યમ પસંદ કરી પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી-II(TET-II) નું ફોર્મ ભરવું. Apply Now 42 Click squall Application Format . Application Format ,Personal Details ઉમેદવારે ભરવી.
  • Educational Details ઉપર Click કરીને તેની વિગતો પૂરેપૂરી ભરવી.
  • હવે Save પર Click કરવાથી તમારો Data Save થશે. અહીં ઉમેદવારનો Application Number Generate થશે. જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે.
  • હવે પેજના ઉપરના ભાગમાં Upload Photo પર Click કરો. અહીં તમારો Application Number Type કરો અને તમારી Birth Date Type કરો. ત્યારબાદ Ok પર Click કરો. અહી Photo અને Signature upload કરવાના છે.(ફોટાનું માપ 5 સે.મી. ઉંચાઈ અને 3.6 સે.મી. પહોળાઈ અને Signature નું માપ 2.5 સે.મી. ઉંચાઈ અને 7.5 સે.મી. પહોળાઈ રાખવી.) Photo અને Signature upload કરવા સૌ પ્રથમ તમારો Photo અને Signature JPG format માં (10 kb) સાઈઝથી વધારે નહીં તે રીતે સોફ્ટકોપીમાં હોવા જોઈએ.
  • Button પર Click કરો. હવે Choose File ના સ્ક્રીનમાંથી જે ફાઈલમાં JPG formatમાં તમારો Photo store થયેલ છે તે ફાઈલને Select કરો અને Open Button ને Click કરો. હવે Browse Button ની બાજુમાં Upload Button પર Click કરો, હવે બાજુમાં તમારો Photo દેખાશે. હવે આ જ રીતે Signature પણ Upload કરવાની રહેશે.
  • હવે પેજના ઉપરના ભાગમાં Confirm Application પર Click કરો અને Application Number તથા Birth Date Type કર્યા બાદ Ok પર Click કરવાથી બે (2) બટન 1:Application Preview 2.Confirm Application દેખાશે. ઉમેદવારે Show Application Preview પર Click કરી પોતાની અરજી જોઈ લેવી.
  • અરજીમાં સુધારો કરવાનો જણાય તો Edit Application ઉપર Click કરીને સુધારો કરી લેવો. અરજી Confirm કર્યા પહેલાં કોઈપણ પ્રકારનો સુધારો અરજીમાં કરી શકાશે. પરંતુ અરજી Confirm થઈ ગયા બાદ અરજીમાં કોઈપણ જાતનો સુધારો કરી શકાશે નહીં. જો અરજી સુધારવાની જરૂર ન જણાય તો જ Confirm Application પર Click કરવુ. વધુમાં ઉમેદવારે વિગતો ભરતી વખતે જો પોતાના નામ, અટક, જન્મ તારીખ કે કેટેગરી જો કોઈ ભૂલ કરેલ હશે તો પાછળથી માર્કશીટમાં કોઈ સુધારો કરવામાં નહી આવે તેની ઉમેદવારે ખાસ ધ્યાન રાખવું.
  • Confirm Application પર Click કરવાથી ઉમેદવારની અરજીનો બોર્ડમાં online સ્વીકાર થઈ જશે. અહીં Confirm Number Generate થશે. જે ત્યારપછીની બધી જ કાર્યવાહી માટે જરૂરી હોઈ ઉમેદવારે સાચવવાનો રહેશે. ઉમેદવારે બોર્ડ સાથે કોઈપણ પત્રવ્યવહાર કે રજૂઆત કરતી વખતે પોતાનો આ Confirmation Number દર્શાવવાનો રહેશે.
  • આ પરીક્ષાની ફી માત્ર ઓનલાઈન પેમેન્ટ મોડ થી ભરવાની રહેશે.
  • ઉમેદવારે ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા BANKING/UPI/WALLWT થી પરીક્ષા ફી ભરી શકશે.
  • ATM-DEBIT
  • CARD/CREDIT CARD/NET
  • પરીક્ષા ફીઃ-
    SC, ST, SEBC, EWS, PH કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી રૂા.૪૦૦/- જ્યારે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટેની પરીક્ષા ફી રૂા.૫૦૦/- ભરવાની રહેશે.
    કોઇપણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં આવશે નહી.
    ફી ભરવાની પધ્ધતિ:
    ATM-DEBIT CARD/CREDIT CARD/NET
    ઉમેદવાર ઓનલાઇન પેમેન્ટ ગેટવે BANKING/UPI/WALLWT થી પરીક્ષા ફી ભરી શકશે. ઓનલાઇન ફી જમા કરાવવા માટે Print Application/Pay Fees” ઉપર ક્લીક કરવું અને વિગતો ભરવી. ત્યાર બાદ Online Payment” ઉપર ક્લીક કરવું.
  • ત્યારબાદ આપેલ વિકલ્પોમાં Net Banking of fee” અથવા Other Payment Mode” ના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવો અને આગળની વિગતો ભરવી.
  • ફી જમા થયા બાદ આપને આપની ફી જમા થઇ ગઇ છે તેવું screen પર લખાયેલું આવશે. અને e-receipt મળશે જેની પ્રિન્ટ કાઢી લેવી.
  • જો પ્રક્રિયામાં કોઇ ખામી હશે તો screen પર આપની ફી ભરાયેલ નથી તેમ જોવા મળશે.
  • ઓનલાઇન ફી ભરનાર ઉમેદવારે જો તેના બેંક ખાતામાંથી ફીની રકમ કપાયા બાદ ફીની e-receipt જનરેટ ન થઇ હોય તો તેવા ઉમેદવારોએ તાત્કાલિક રાજ્ય પરીક્ષા બોર્ડનો ઇ-મેલ ([email protected]) થી સંપર્ક કરવાનો રહેશે.

આ પણ વાંચો :-

શિક્ષક અભિરુચિ કસોટીમાં યોગ્યતા પ્રાપ્ત કરવાના ધોરણો:


પ્રાથમિક પરીક્ષા: રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલ Cut-off થી વધુ ગુણ પ્રાથમિક પરીક્ષામાં મેળવનાર ઉમેદવાર મુખ્ય પરીક્ષા આપી શકશે.
મુખ્ય પરીક્ષા માટે Cut-off થી વધુ ગુણ મેળવનાર ઉમેદવારે અલગ થી અરજી કરવાની રહેશે નહીં. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આવા ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બેસવા માટે ઓળખપત્ર(Hall Ticket)ઓનલાઇન માધ્યમથી આપવામાં આવશે.

  • મુખ્ય પરીક્ષા: મુખ્ય પરીક્ષામાં ઓછા માં ઓછા ૬૦% ગુણ મેળવેલ ઉમેદવારોને મેરીટલિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે.
  • શિક્ષક અભિરુચિ કસોટીના મેરીટ લીસ્ટની સમયમર્યાદા : -શિક્ષક અભિરુચિ કસોટીનું આયોજન સમયાંતરે કરવામાં આવશે. કોઈપણ વર્ષે યોજાયેલ શિક્ષક અભિરુચિ કસોટીના મેરીટ લીસ્ટની માન્યતા અવધિ ત્યારબાદ લીધેલ શિક્ષક અભિરુચિ કસોટીના મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવે ત્યાં સુધીની રહેશે.
  • શિક્ષક અભિરુચિ કસોટીના મેરીટ લીસ્ટની ઉપયોગિતા બાબત -: આ કસોટીઓ નોંધાયેલી ખાનગી માધ્યમિક અને સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે જરૂરી લાયકાત મેળવવા માટેની છે, આ કસોટી પાસ કરવાથી શિક્ષક તરીકેની પસંદગીનો હક્ક પ્રસ્થાપિત થતો નથી.
  • કોઈપણ યોજના અંતર્ગત કોઈપણ સંસ્થા તેઓના નીતિ-નિયમો અનુસાર યોગ્ય લાગે તો જરૂરિયાત મુજબ આ મેરીટ લીસ્ટનો ઉપયોગ કરી શકશે.
  • કસોટી/પરીક્ષા કેન્દ્ર :- કસોટી/પરીક્ષા માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યા તથા પરીક્ષાલક્ષી વહીવટી અનુકુળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વરા કસોટી/પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે. ઉમેદવારે બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપવાની રહેશે.

મહત્વપૂર્ણ લિંક્સ

સંપૂર્ણ જાહેરનામુંઅહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહી ક્લિક કરો
અમારા whatsapp ગ્રુપમાં જોડાઓ અહી ક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો