નર્મદાડેમની સપાટી 130.13મીટરે પહોંચી : નર્મદામાં 40 હજાર ક્યુસેક પાણી ઠલવાતાં વિયર ડેમ 3 મીટર થી ઓવરફ્લો


નર્મદાડેમની સપાટી 130.13મીટરે પહોંચી : ગુજરાત ની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી આ સીઝનમાં પ્રથમવાર 130.13 મીટરે પહોંચી ગઈ છે અને હવે માત્ર 8.55 મીટર જ ડેમ સંપૂર્ણ ભરવા માં બાકી છે ત્યારે આ વર્ષ વહેલો ડમ ભરાઈ જશે એ એક મહિનો ઓવરફ્લો નો નજારો જોવા મળશે એવી શક્યતા ઓ હાલ જોવા મળી રહી છે પરંતુ નર્મદા નદીમાં 43,049 ક્યુસેકથી વધુ પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા ગરુડેશ્વર ખાતે નો વિયર ડેમ કામ કોઝવે 3 મીટર થી ઓવરફ્લો થઇ રહયો છે જે નજારો જોવા પ્રવસીઓ ગરુડેશ્વરઆવી રહ્યા છે.

નર્મદાડેમની સપાટી 130.13મીટરે પહોંચી

સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસના જળાશયોમાં પાણીની આવક વધવાને કારણે નર્મદા બંધની જળસપાટી 130 મીટરને પાર કરી ગઈ છે. હાલ 48,659 ક્યુસેક. થઇ રહી છે જ્યારે જાવક 43,049 ક્યૂસેક જેટલી થઇ રહી છે નર્મદા બંધની જળસપાટી વધતા રિવર બેડ પાવર હાઉસ ના ક્લાકો વધારી વધારે વીજળી ઉત્પાદન કરવામાં આવતું હોય નર્મદા નદીમાં પાણી નો પ્રવાહ વધ્યો છે.

તંત્ર દ્વારા કાંઠાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા

નર્મદા બંધથી 12 કિલોમીટર દૂર ગરુડેશ્વર આવેલ વિયર ડેમ ૩ મીટર થી ઓવરફ્લો થઇ રહ્યો છે જેનો આહલાદક નજારો જોવા પ્રવાસીઓ આવી રહ્યા છે અને પ્રવસીઓ માટે એક સુંદર આકર્ષણ વધ્યું છે એક્તેશ્વર બ્રીજ પરથી પણ વિયર ડેમ નો નજારો જોવા પ્રવાસીઓ બ્રિજ પાર ઉભા રહી ને સેલ્ફીઓ પાડે છે. નર્મદા ડેમમાં 3220.04 મિલિયન ક્યુબિક મીટર પાણીનો થ્યો આવ્યા છે.સંગ્રહિત થતા હાલ નર્મદા ડેમ 80 ટકા ભરાયેલો છે. જે આગામી દિવસોમાં તેની મહત્તમ સપાટી પર પહોંચશે.પરંતુ હાલ નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોય તંત્ર દ્વારા કાંઠાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

હોમ પેજ અહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો

1 thought on “નર્મદાડેમની સપાટી 130.13મીટરે પહોંચી : નર્મદામાં 40 હજાર ક્યુસેક પાણી ઠલવાતાં વિયર ડેમ 3 મીટર થી ઓવરફ્લો”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો