Today’s Kesar Mango Price : જાણો આજના કેસર કેરીના બજાર ભાવ 2023, જાણો 1 કિલોના શું ભાવ છે?

Today’s Kesar Mango Price : કેસર જુઓ આજના કેસર કેરીના ભાવ Today’s Mango Price, ઉનાળો આવે એટલે કેરીની શરૂઆત થઇ જાય છે. કેરી ફળોનો રાજા કહેવાય છે. કેરી તમામને પસંદ હોય છે. કેરીની સીઝનની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. આ આર્ટિકલ માં આપણે આજના કેસર કેરીના ભાવ ની ચર્ચા કરીશું.

કેસર કેરીના આજના ભાવ જુઓ

કેસર કેરીના ભાવ 100ના બદલે 60થી 70 રૂપિયામાં હાલ બજારમા મળી રહિ છે. આજના કેસર કેરીના ભાવ જ્યારે સુંદરી કેરીના 1 કિલોના ભાવ 80 થી 100 રૂપિયા છે. જ્યારે કેરીના ભાવ ધટવા છતાં બજારમાં ગ્રાહકોની સંખ્યા હજુ પણ ઓછી જોવા મળી રહિ છે. આગામી સમયમાં આવક વધતાં હજુ પણ ભાવ ઘટવાની શક્યતા છે. અને વરસાદ ની શરૂઆત જો થઇ જાય તો ભાવ એકદમ તળિયે બેસી જશે.

જુઓ કેરીની વિવિધ જાત અને ઉત્પાદન ક્યાં વિસ્તારમાં થાય છે?

  • હાફૂસ – આ હાફૂસ કેરી રત્નાગીરી મહારાષ્ટ્ર વિસ્તારમા વધુ પાકે છે.
  • દશહેરી કેરી – આ કેરી લખનઉ અને મલીહાબાદ, ઉત્તર પ્રદેશ વિસ્તારોમા પાકે છે.
  • કેસર – કેસર કેરી ગુજરાત ના જુનાગઢ અને તાલાલા ગીર વિસ્તારની ખૂબ જ પ્રખ્યાત છે. ઉપરાંત હવે કચ્છ અને પોરબંદરમા પણ કેસર કેરીનુ ઉત્પાદન થાય છે.
  • હાલ બજારમા કેસર કેરી રૂ. 150 થી 250 સુધીના ભાવમા મળી રહિ છે. હાલ ખુબ જ સારી મીઠી કેસર કેરીની આવક ચાલુ થઇ ગઇ છે. અને કેરીના શોખીન લોકો કેરી ની મીઠાશ ની મોજ માણી રહ્યા છે.

Today’s Kesar Mango Price

આજના કેસર કેરીના ભાવ 2023 : ચાલુ વર્ષે કચ્છના ખેડૂતોએ વધુ 300 હેક્ટરમાં કચ્છી કેસર કેરીનું વાવેતર કરેલ છે. કેસર કેરીના ભાવ 2023 હાલ કચ્છના ખેડૂતો પણ કેરીની પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે જેથી કેસર કેરીના ઉત્પાદનમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. વધુમાં ખેડૂતે જણાવ્યું હતું કે,કમોસમી વરસાદ બાદ પણ જે ખેડૂત પાસે કેરીનો પાક હજુ બચ્યો છે તે ખેડૂતો ને આ વર્ષે કેરીના સારા ભાવ મળશે. કારણ કે જે લોકો પાસે કેરીનો માલ બચ્યો જ નથી તે આ વર્ષે કંઈ બજારમા નહીં વેંચી શકે અને જેની પાસે તે માલ છે તે આ વર્ષે કેરીના સારા ભાવ મેળવી શકશે. કચ્છની કેસર કેરી પણ સ્વાદમા મીઠી આવે છે. કેસર કેરીના ભાવ 2023 ત્યારે પૂરા વિશ્વમાં કચ્છની કેસર કેરીની માંગ વધારે રહે છે અને કચ્છી ખેડૂતો પોતાની આવક બમણી કરી રહ્યા છે.

Today’s Kesar Mango Price : આ વર્ષે 10900 હેક્ટર વિસ્તારમાં કેરીનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે અંજાર, માંડવી, ભુજ, નખત્રાણા, તાલુકાનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ આ વર્ષે કમોસમી વરસાદ અને વારંવાર માવઠા અને કરા પડવાને લીધે 4500 હેક્ટરમાં કેરીના બગીચામાં મોટા પાયે નુકશાન થયું છે. આ વર્ષે 8500થી 9000 હેક્ટરમાં કેરીનુ ઉત્પાદન થવાની શક્યતા છે. બજારમાં પણ ગીર, જુનાગઢ અને કચ્છની કેસર કેરીની માંગ વધારે રહેતી હોય છે.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

હોમ પેજ અહી ક્લિક કરો
whatsapp ગ્રુપ માં જોડાવો અહી ક્લિક કરો

FAQs

કેરીની કઈ કઈ જાતો જાણીતી છે?

માર્કેટમાં કેસર કેરી, હાફૂસ, લંગડો, દશહેરી કેરી, બદામી, રાજપુરી, નિલ્ફાંઝો, વગેરે જાતો પ્રખ્યાત છે.

કેસર કેરીનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે?

કેસર કેરીનું સૌથી વધુ ઉત્પાદન જૂનાગઢ અને ગીર સોમનાથમાં થાય છે

2 thoughts on “Today’s Kesar Mango Price : જાણો આજના કેસર કેરીના બજાર ભાવ 2023, જાણો 1 કિલોના શું ભાવ છે?”

  1. હાફુસ ફક્ત રત્નાગીરી મહારાષ્ટ્ર જ નહીં પ। વલસાડ -ગુજરાત માં મોટું ઉત્પાદન છે. નોર્થ કર્ણાટક – ધારવાડ – હુબલી માં પણ હાફુસ છે. કેસર કેરી – ગીર અને કચ્છ સિવાય નવસારી જીલ્લામાં ૧૨૦૦૦૦ એકર માં ઉત્પાદન છે. કેસર કેરી ની વાર્ષિક ૩૯ લાખ કલમ ઉત્પાદન થાય છે. ,લંગડો વિગેરે પણ નવસારી જીલ્લા તથા વલસાડ જીલ્લામાં ધરમપુર માં મોટું ઉત્પાદન છે. નવસારી યુનિવર્સિટી એ બનાવેલી નવી વેરાયટી – સોનપરી – હાફુસ નો સક્ષમ વિકલ્પ છે. હવે પછી સમાચાર મુકો તો અધુરો માહીતી માં સુધારો કરશો. ધરમપુર જી વલસાડ માં એશિયાનું સૌથી મોટું કેરી બજાર છે.- જ્યાં ૫૦૦ વેપારીઓ છે. રોજની ૫૦૦-૬૦૦ ટ્રક ( ૫૦૦૦ થી ૬૦૦૦ ટન ) કેરી આ બજારમાં આવે છે. અહીં મેંગો પલ્પ અને મેંગો એક્ષપોર્ટ ના પ્રોજેક્ટો છે અને નવા પ્રોજેક્ટ આવી રહ્યા છે.

    Reply

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો