Vajpayee Bankable Loan Sahay Yojana 2023 : વાજપેયી બેંકેબલ લોંન સહાય યોજના 2023, અરજીફોર્મ પીડીએફ ફાઈલમાં ડાઉનલોડ કરો

Vajpayee Bankable Loan Sahay Yojana 2023 : વાજપેયી બેંકેબલ લોંન સહાય યોજના 2023| ગુજરાત સરકારના નાણા વિભાગ દ્વારા નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા શ્રી વાજપેયી બેંકેબલ લોન સહાય યોજના 2023, બેરોજગાર યુવાનોને સ્વરોજગાર મળી રહે તેવા ઉમદા આશયથી આ યોજના ચલાવવામાં આવશે અને તેથી તેના માટેનું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. અરજદારોએ હવેથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેની અરજીની સમય મર્યાદામાં નિકાલ અને લાભની પ્રક્રિયા ઝડપી કરવામાં આવશે.

Vajpayee Bankable Loan Sahay Yojana 2023 | વાજપેયી બેંકેબલ લોંન સહાય યોજના

યોજનાનું નામ વાજપેયી બેંકેબલ લોંન સહાય
આર્ટિકલ નું નામ Vajpayee Bankable Loan Sahay Yojana 2023
આર્ટિકલ કેટેગરી Yojana , Sarkari Result
portal નું નામ ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામ
યોજનાનો હેતુ ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના બેરોજગાર વ્યક્તિઓને સ્વરોજગારી પુરી પાડવાનો આશય
સત્તાવાર વેબસાઈટ blp.gujarat.gov.in

વાજપેયી બેંકેબલ લોન યોજના 2023 પોર્ટલ વિગતો

અરજીઓના સમયસર નિકાલ માટે ગુજરાત સરકારે આ વાજપેયી બેંકેબલ યોજના માટે blp.gujarat.gov.in નામનું પોર્ટલ વિકસાવ્યું છે. ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામ એ એક નવું પગલું છે, જેમાં અરજદાર ઓનલાઈન અરજી કરી શકશે, અને પોતાની સ્થિતિ પણ જોઈ શકશે જેનાથી લાભાર્થીઓને સરળતાથી ફાયદો થશે.

વાજપેયી બેંકેબલ લોંન સહાય યોજના 2023 હેતુ

વાજપેયી બેંકેબલ લોંન સહાય યોજના: આ યોજનાનો હેતુ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગાર વ્યક્તિઓને સ્વ-રોજગાર પુરો પાડવાનો છે. વિકલાંગ અને અંધ વ્યક્તિઓ પણ આ યોજના હેઠળ લાભ લેવા પાત્ર છે.

લોંન સહાય યોજનાની પાત્રતા માપદંડ

 • અરજદારે ઓછામાં ઓછું ધોરણ ચાર પાસ કરેલ હોવું જોઈએ
 • તાલીમ/અનુભવ: સૂચિત વ્યવસાયના ક્ષેત્રમાં ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા ત્રણ મહિના અથવા સરકારી માન્યતા પ્રાપ્ત સંસ્થાઓમાંથી ઓછામાં ઓછા એક મહિનાની તાલીમ લીધેલી હોવી જોઈએ અથવા તે જ પ્રવૃત્તિમાં ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ અથવા વારસાગત કારીગર હોવો જોઈએ.
 • આવકનો કોઈ માપદંડ નથી.

બેંક લોન માટે મહત્તમ મર્યાદા

 • ઉદ્યોગ ક્ષેત્ર માટે 8.00 લાખ.
 • સેવા ક્ષેત્ર માટે 8.00 લાખ.
 • વેપાર ક્ષેત્ર માટે 8.00 લાખ.

સબસિડીની મહત્તમ મર્યાદા

 • ઔદ્યોગિક ક્ષેત્ર: – 1, 25,000/- રૂ.
 • સેવા ક્ષેત્ર: – 1, 00,000/- રૂ.

Vajpayee Bankable Loan Sahay Yojana 2023 માટે અરજી કેવી રીતે કરવી?

 • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ blp.gujarat.gov.in ઓપન કરો.
 • ત્યારબાદ અરજદાર દ્વારા આપવામાં આવેલ રજીસ્ટર બટન પર ક્લિક કરો.
 • મોબાઈલ નંબર દાખલ કરો.
 • નીચે આપેલ કેપ્ચા દાખલ કરો.
 • પછી તમારા મોબાઈલમાં OTP દાખલ કરો.
 • હવે આપેલ માહિતી ઓનલાઈન ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
 • સબમિટ અથવા કન્ફર્મ બટન દબાવો.

અરજી સાથે બિડવાના જરૂરી ડોક્યુમેન્ટ

 • નિયત અરજીપત્રક (બે નકલમાં), પાસપોર્ટસાઇઝના બે ફોટોગ્રાફસ (ફોટા ફોર્મની બંને નકલો ઉપર ચોંટાડવા). અરજી સાથે નીચે મુજબના કાગળોની પ્રમાણિત નકલ જોડવી.
 • ચૂંટણી ઓળખપત્ર/આધાર કાર્ડ.
 • જન્મ નોંધણીનું પ્રમાણપત્ર/શાળા છોડયાનું પ્રમાણપત્ર.
 • જાતિનું અધિકૃત પ્રમાણપત્ર (અનુસૂચિત જાતિ/જન જાતિ માટે) ૪૦% કે તેથી વધુ અપંગ/અંધ લાભાર્થીના કિસ્સામાં અપંગતા/અંધત્વની ટકાવારીનું સિવિલ સર્જનનું/સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર.
 • તાલીમ/અનુભવનું પ્રમાણપત્ર.(વારસાગત કારીગર સિવાય)
 • અરજી સાથે નીચે મુજબના અસલ કાગળો જોડવાના રહેશે. જેસાધન-ઓજાર ખરીદવાના હોય તેના વેટ/ટીન નંબર વાળા ભાવપત્રકો. = સૂચિત ધંધાના સ્થળનો આધાર. (ભાડાચિઠ્ઠી/ભાડાકરાર/ મકાન વેરાની પહોંચ) વીજળી વપરાશ કરવાની હોય તો મકાન માલિકનું સંમતિપત્ર/ઇલેક્ટ્રીક બિલ.

અરજીફોર્મ પીડીએફ ફાઈલમાં ડાઉનલોડ કરો

વાજપેયી બેંકેબલ લોંન સહાય યોજના 2023 નો લાભ લેવા માટે તમે ઓફલાઈન અરજી ફોર્મ પણ ભરી શકો છો.આ ફોર્મ ભરીને જીલ્લા કચેરીમાં આપવાનું રહેશે. અરજીફોર્મ પીડીએફ ફાઈલમાં ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે આપવામાં આવેલ છે. તેના પર ક્લિક કરવાથી અરજી ફોર્મ pdf ફાઈલમાં ડાઉનલોડ થશે.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓનલાઈન અરજી કરવા અહી ક્લિક કરો
ઓફિસિઅલ વેબસાઈટ અહી ક્લિક કરો
વાજપેયી બેંકેબલ લોંન સહાય યોજના અરજી ફ્રોમઅહી ક્લિક કરો
resultak.હોમ પેજ અહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવા માટે અહી ક્લિક કરો

આ પણ વાંચો :-

FAQs

વાજપેયી બેંકેબલ લોંન સહાય યોજના 2023 માટે ઓફિસિઅલ વેબસાઈટ કઈ છે?

વાજપેયી બેંકેબલ લોંન સહાય યોજના 2023 માટે ઓફિસિઅલ વેબસાઈટ blp.gujarat.gov.in છે.

વાજપેયી બેંકેબલ લોંન સહાય યોજના 2023 માટે કેટલું ભણતર જરૂરી છે?

અરજદારે ઓછામાં ઓછું ધોરણ ચાર પાસ કરેલ હોવું જોઈએ

નોંધ :- અમારો હેતુ તમારા સુધી માત્ર માહિતી ફેલાવવાનો છે, જેથી તમારા દ્વારા ઓફિસિઅલ વેબસાઈટ પર જઈ ફોર્મ ભરવું.

2 thoughts on “Vajpayee Bankable Loan Sahay Yojana 2023 : વાજપેયી બેંકેબલ લોંન સહાય યોજના 2023, અરજીફોર્મ પીડીએફ ફાઈલમાં ડાઉનલોડ કરો”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો