વિદ્યાદીપ વીમા યોજના 2023 : વિદ્યાર્થીઓને મળશે 50000 રૂપિયાનું વીમા કવચ, Vidhyadeep Yojana Full Details

Vidhyadeep Yojana Full Details | વિદ્યાદીપ વીમા યોજના 2023 : રાજ્યની તમામ સરકારી, અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં તથા આશ્રમશાળાઓ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વીમા રક્ષણ પૂરું પાડવાનો મુખ્ય આશય આ યોજનામાં રાખવામાં આવેલ છે. આ યોજના હેઠળ રાજ્યની તમામ સરકારી, અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં તથા આશ્રમશાળાઓ અભ્યાસ કરતા વિદ્યાર્થીના અકસ્માતે અવસાન કે કાયમી અપંગતતાના કિસ્સામાં વાલીને સહાય ચૂકવવામાં આવે છે.

વિદ્યાદીપ વીમા યોજના 2023 | Vidhyadeep Yojana Full Details

યોજનાનું નામવિદ્યાદીપ વીમા યોજના
વિભાગનું નામશિક્ષણ વિભાગ  
આર્ટિકલનું નામ Vidhyadeep Yojana Full Details
આર્ટિકલની કેટેગરી Yojana , Sarkari Result
પેટા વિભાગ/કચેરી નું નામજિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી- જિલ્લા પંચાયત
યોજના અંતર્ગત મળતી સહાયરૂ.૫૦,૦૦૦/-
આવક મર્યાદાલાગુ પડતી નથી
અરજી મોડઓફલાઈન
સત્તાવાર વેબસાઈટ http://gujarat-education.gov.in/education/

યોજનાનો અમલ અને પ્રારંભ


આ યોજના હેઠળ વીમા પોલીસી અંગેના કરાર ” ધી ન્યૂ ઈન્ડિયા એસ્યોરન્સ કંપની” સુરત સાથે એક વર્ષ માટે કરવામાં આવ્યા છે. વીમાનું પ્રિમિયમ ભર્યા તારીખથી એક વર્ષની મુદત ગણવાની રહેશે. યોજનાનો સમગ્ર ખર્ચ રાજય સરકાર ભોગવશે. આ યોજનાનો અમલ કરવાની જવાબદારી રાજય ક્ક્ષાએ પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી તથા કમિશ્નરશ્રી મધ્યાહન ભોજન અને શાળાઓનો દેખરેખ અને નિયત્રંણ હેઠળ જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, શાસનાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીને સોંપવામાં આવે છે.

મૃત્યુના લીધે મળનાર લાભ

વીમા પોલીસીની શરતોને આધિન વીમાની ૨કમ નીચેના સંજોગોમાં આપવાનું નકકી થયેલું છે.
આપઘાત કે કુદરતી મૃત્યુ સિવાય બીજી કોઈ પણ રીતે એટલે કે, કુદરતી આફત જેવી કે, ભૂકંપ, પૂર, વાવાઝોડું, આગ, ૨મખાણ, આકસ્મિક આગ, વીંછી અને સંર્પ દંષ, વાહન અકસ્માત, પડી જવું, ડૂબી જવું, ફૂડ પોઈઝનીંગ, કૂતરું કે જંગલી પ્રાણી કરડવું વગેરેથી વિદ્યાર્થીનું આસ્ક્રમિક મૃત્યુ થાય તેવા કિસ્સામાં ૨૪ કલાક માટે આ યોજના હેઠળ વ્યકિતગત કેસમાં નીચે મુજબ વીમાનું રક્ષણ આપવાનું નકકી થયેલ છે.

પાત્રતાના ધોરણ

અણધારેલ, એકાએક અને બિનઇરાદાપૂર્વકનો બનાવ હોય તેવા બાહ્ય હિંસક નિશાનો જણાય તેવા અક્સ્માતના કિસ્સામાં અવસાન/કાયમી અપંગતતા થયેલ હોય તો આ સહાય મળવાપાત્ર થાય છે.

અરજી કરવાની પ્રક્રિયા

અકસ્માતે અવસાન/ઇજાની તારીખથી ૧૫૦ દિવસમાં દાવો નોડલ અધિકારી તરીકે સંબંધિત જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીશ્રી/જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રીને રજૂ કરવાનો રહે છે.

વિદ્યાદીપ વીમા યોજના જરૂરી ડોક્યુમેન્ટ્સ

  • એફ.આઈ.આર (FIR)
  • પંચનામું
  • પોસ્ટમોર્ટમ રિપોર્ટ (અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં)
  • અપંગતા અંગેના પ્રમાણપત્ર
  • અભ્યાસ ચાલુ હોવા અંગે શાળાનું પ્રમાણપત્ર
  • બેન્કની વિગત
  • નિયત નમૂનાનું અરજી પત્રક

સંપર્ક અધિકારી

નોડલ અધિકારી તરીકે સંબંધિત જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીશ્રી/જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રી તથા અમલીકરણ કચેરી તરીકે વીમા નિયામકશ્રીની કચેરી

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિસિઅલ વેબસાઈટ અહી ક્લિક કરો
resultak.com હોમ પેજ અહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો

1 thought on “વિદ્યાદીપ વીમા યોજના 2023 : વિદ્યાર્થીઓને મળશે 50000 રૂપિયાનું વીમા કવચ, Vidhyadeep Yojana Full Details”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો