વર્લ્ડ કપ 2023 ભારત-પાકિસ્તાન મેચ ની તારીખ બદલાઈ : જાણો ક્યારે રમાશે ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ, શા માટે બદલાઈ તારીખ

વર્લ્ડ કપ 2023 ભારત-પાકિસ્તાન મેચ ની તારીખ બદલાઈ : ભારત-પાકિસ્તાન વચ્ચે 2023ની વન ડે વર્લ્ડ કપ મેચ 15 ઓક્ટોબરના બદલે હવે 14 ઓક્ટોબરે રમાશે. આઈસીસીએ હજુ ફેરફાર સાથેનો કાર્યક્રમ જાહેર નથી કર્યો પરંતુ આશા છે કે આ સપ્તાહના અંત સુધી તેની જાહેરાત કરી દેવાશે.એક અહેવાલ પ્રમાણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તારીખોમાં ફેરફાર માટે સંમત થઈ ગયું છે પરંતુ મેચ અમદાવાદમાં જ રમાશે.

વર્લ્ડ કપ 2023 ભારત-પાકિસ્તાન મેચ ની તારીખ બદલાઈ

આ કાર્યક્રમમાં ફેરફાર કરવાનું કારણ એ છે કે 15 ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થઈ રહી છે. તેથી સ્થાનિક એજન્સી નવી દિલ્હી પોલીસ માટે એ દિવસે પૂરતી સુરક્ષા પૂરી પાડવી મુશ્કેલ બની શકે એમ હતી. આ ફેરફારની અસર બીજી મેચો પર પણ પડશે. હૈદરાબાદમાં શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેની મેચ પણ 12 ઓક્ટોબરના બદલે 10 ઓક્ટોબરે યોજાશે, જેથી પાકિસ્તાનને બે મેચ વચ્ચે પૂરતો સમય મળી શકે.

શા માટે બદલાઈ તારીખ


સુરક્ષાનાં કારણોસર તારીખ બદલાઈ ભારત-પાકિસ્તાન વચ્ચે હવે નવરાત્રિના આગલા દિવસે મેચ રમાશે. બીજી તરફ, 14 ઓક્ટોબરે પહેલેથી જ બે મેચનું આયોજન છે, જેમાં ચેન્નઈમાં બાંગ્લાદેશ- ન્યૂઝીલેન્ડ અને દિલ્હીમાં અફધાનિસ્તાન-ઈંગ્લેન્ડ મુકાબલો થશે. આ સ્થિતિમાં અફઘાનિસ્તાન- ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ 13 ઓક્ટોબરે યોજાઈ શકે છે.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

હોમ પેજ અહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો

1 thought on “વર્લ્ડ કપ 2023 ભારત-પાકિસ્તાન મેચ ની તારીખ બદલાઈ : જાણો ક્યારે રમાશે ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ, શા માટે બદલાઈ તારીખ”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો