Zero Shadow Day In 2023 : આજે બપોરે 12.35 કલાકે પડછાયો ગાયબ થઇ જશે

Zero Shadow Day In 2023 : આજે બપોરે 12.35 કલાકે પડછાયો ગાયબ થઇ જશે. ઝીરો શેડો ડે‘ માં અમુક પળ સુધી તમારો પડછાયો પણ તમારો સાથ છોડી દેશે.તમારી સાથે રહેતો પડછાયો પણ ક્યારેક ગાયબ થઈ શકે છે જો એવું કહીએ તો તમને કદાચ માન્યમાં નહીં આવે. પરંતુ આ સાચુ છે. અવકાશમાં એવી એવી ખગોળીય ઘટના જોવા મળે છે જે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. આવી જ એક ખગોળીય ઘટના વર્ષમાં બે વાર જોવા મળે છે જેનેZero Shadow Day ’ કહેવાય છે. જેમાં અમુક પળ સુધી તમારો પડછાયો પણ તમારો સાથ છોડી દેશે.

Zero Shadow Day In 2023



રાજ્યભરમાં 23મેથી 14 જૂન સુધી અલગ અલગ જિલ્લા વિસ્તારમાં અલગ અલગ દિવસે ૦ શેડો ડે એટલે કે એ દિવસે બપોરના ચોક્કસ સમયે સુર્ય બિલકુલ માથામાં સીધી રેખામાં આવતાં કોઇ પણ વસ્તુનો પડછાયો નહીં દેખાય.
ભરૂચના જાણિતા ખગોળશાસ્ત્રી અરવિંદ પંચાલે જણાવ્યું હતું કે, સુર્ય ઉત્તરાયણે જેને મકર સંક્રાંતી કહેવાય છે ત્યારે 15મી જાન્યુઆરીએથી ધીમેધીમે ઉત્તર દિશામાં જાય છે.

આજે બપોરે 12.35 કલાકે પડછાયો ગાયબ થઇ જશે


ત્યારે 15 કે 16 જૂલાઇથી એટલે કે કર્ક સંક્રાંતિએથી દક્ષિણ દિશામાં પ્રયાણ કરે છે. ત્યારે સુર્યની આ સફર દરમિયાનમાં વર્ષમાં બે વાર સુર્ય બપોરના સમયે બિલકુલ માથા પર આવતો હોઇ તે બે દિવસ બપોરના ચોક્કસ સમયે વસ્તુનો પડછાયો દેખાતો નથી. 29મી મેના રોજ સુર્ય બપોરના 12.35 કલાકે માથાપર એકદમ સિધી રેખામાં આવવાને કા૨ણે વસ્તુનો પડછાયો વસ્તુના બરાબર નીચે જ પડવાને કા૨ણે જો જમીનને વસ્તુ અડીને હશે તો એક સમયે ગાયબ થઇ ગયો હોય તેમ લાગશે. ખગોળરસિકો આ દિવસને અનુભવશે.

જરૂરી લિંક્સ

હોમ પેજઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવો અહી ક્લિક કરો

આ પણ વાંચો :-

FAQs

ઝીરો શેડો ડે એટલે શું?

ઝીરો શેડો ડે‘ માં અમુક પળ સુધી તમારો પડછાયો પણ તમારો સાથ છોડી દેશે.

Zero Shadow Day ક્યારે આવે છે?

રાજ્યભરમાં 23મેથી 14 જૂન સુધી અલગ અલગ જિલ્લા વિસ્તારમાં અલગ અલગ દિવસે ૦ શેડો ડે એટલે કે એ દિવસે બપોરના ચોક્કસ સમયે સુર્ય બિલકુલ માથામાં સીધી રેખામાં આવતાં કોઇ પણ વસ્તુનો પડછાયો નહીં દેખાય.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો